રિપોર્ટ@દેશ: અમેરિકાના હ્યુસ્ટનમાં એક ટ્રાન્સ વુમને 64 વર્ષીય વ્યક્તિની હત્યા કરી

આરોપી ટ્રાન્સ વુમને પુરુષને બે વાર માર્યો
 
રિપોર્ટ@દેશ: અમેરિકાના હ્યુસ્ટનમાં એક ટ્રાન્સ વુમને 64 વર્ષીય વ્યક્તિની હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અમેરિકાના હ્યુસ્ટનમાં એક ટ્રાન્સ વુમને 64 વર્ષીય વ્યક્તિની હત્યા કરી હતી. આરોપીએ પહેલા તેની કાર વડે તે વ્યક્તિને કચડી નાખ્યો અને પછી તેના પર નવ વખત ચાકુ વડે હુમલો પણ કર્યો. આટલું જ નહીં ટ્રાન્સ વુમને પુરૂષના શરીરને ઘણી વખત કિસ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ ઘટના 3 મેના રોજ બની હતી. આ વીડિયો હવે સામે આવ્યો છે. તે જ સમયે આરોપી ટ્રાન્સ મહિલાનું નામ કેરેન ફિશર (20 વર્ષ) હોવાનું કહેવાય છે. કોર્ટના રેકોર્ડમાં આરોપીને એક પુરુષ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેની ઓળખ એક મહિલા તરીકે કરી હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે 64 વર્ષીય સ્ટીવન એન્ડરસન રોડ કિનારે જઈ રહ્યો હતો. ત્યારે એક સફેદ કારે તેને ટક્કર મારી હતી. કાર ચલાવતી ટ્રાન્સ વુમને કાર રિવર્સ કરતી વખતે સ્ટીવનને બીજી વાર ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું હતું. આ પછી ટ્રાન્સ વુમન ત્યાંથી ભાગી ગઈ હતી. તે થોડા સમય પછી ઘટનાસ્થળે પાછી આવી અને સ્ટીવનના શરીર પર સૂઈ ગઈ. તેણે મૃત શરીરને ઘણી વખત કિસ કરી. આ પછી તેણે સ્ટીવનના શરીર પર છરી વડે 9 વાર હુમલો કર્યો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.