રિપોર્ટ@દેશ: આરોપીઓએ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી, જાણો વધુ વિગતે

 શાળાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.
 
રિપોર્ટ@દેશ: આરોપીએ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ધમકીના ફોન આવતા જ હોય છે. જયપુર બ્લાસ્ટની વરસી પર રાજધાનીની 6થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ વહેલી સવારે શાળાના તમામ આચાર્યોને મેલ દ્વારા શાળાની ઈમારતમાં બોમ્બ હોવાની જાણ કરી હતી. આખી શાળાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.

માહિતી મળતાં જ પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ મેલ મોકલનાર વ્યક્તિના ઈ-મેલ આઈડી વિશે માહિતી મેળવી રહી છે.

એક દિવસ પહેલાં જ જયપુર સહિત દેશનાં 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.