રીપોર્ટ@દેશઃ અટલ પેન્શન યોજનામાં વૃધ્ધજનોને દર મહિને મળી શકે 50,000નું પેન્શન, રોકાણ જરૂરી

ઘડપણમાં ઘરેબેઠા મેળવો હજારો રૂપિયાની આવક
 
દેશઃ સરકાર દ્વારા સંચાલિત અટલ પેન્શન યોજના, જાણો સંપૂર્ણ માહિતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • દર મહિને બચત યોજનામાં રોકાણ કરો.
  • રોકાણ કરવાથી કર છૂટછાટની જોગવાઈ.

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, તેમના ઘડપણમાં તેમણે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે, જે માટે તેઓ નાનું મોટું રોકાણ કરતા હોય છે. અહીંયા અમે તમને ચાર ગેરંટેડ પેન્શનવાળી સ્કીમ વિશે જાણકારી આપી રહ્યા છે.

નેશનલ પેન્શન સ્કીમ

આ યોજના હેઠળ નિવૃત્તિ પછી ગેરંટેડ પેન્શન આપવામાં આવે છે, જેમાં રોકાણ કરીને તમે દર મહિને 50,000 સુધી પેન્શન મેળવી શકો છો. આ સ્કીમમાં દર મહિને 6,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 60 વર્ષ પછી તમને 50,000 રૂપિયા પેન્શન મળી શકે છે. જેમાં 500 અને 1,000 રૂપિયાથી ક્રમશ: NPS Tier-1 અને NPS Tier-2 એકાઉન્ટ ખોલાવી શકો છો. દરરોજ 200 રૂપિયા બચાવીને આ સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે. આ સ્કીમમાં રોકાણ કરવાથી આવકવેરામાં પણ છૂટછાટ આપવામાં આવે છે.

NPSમાં રોકાણ કરવાથી 80C અને 80CCD હેઠળ વધુ 50,000 સુધીની છૂટ આપવામાં આવે છે. NPSમાં જે પૈસાનું રોકાણ કરવામાં આવે છે, તેમાંથી માત્ર બે પ્રકારે પૈસા કાઢી શકો છો. પહેલા તમે જમા થયેલ રકમનો સીમિત હિસ્સો જ મેળવી શકો છો અને બીજા પ્રકારની વાત કરવામાં આવે તો બીજો હિસ્સો પેન્શન માટે જમા રહેશે. આ રકમની એન્યુટી ખરીદવામાં આવશે. એન્યુટી ખરીદવા માટે જેટલી રકમ રાખશો, નિવૃત્ત થયા પછી તેટલું વધુ પેન્શન મળશે. 

અટલ પેન્શન યોજના (Atal Pension Scheme)
આ યોજના હેઠળ દર મહિને પેન્શન તરીકે 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા જમા કરાવવાના રહેશે. આવકવેરો ભરતા નાગરિકને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનામાં 18થી 40 વર્ષની ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. સદસ્યતા લેનાર વ્યક્તિને ન્યૂનતમ માસિક રૂ.1,000, રૂ.2,000, રૂ.3,000, રૂ.4,000 અને રૂ.5,000 પેન્શન મળશે.

18 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરે તો 60 વર્ષ પછી દર મહિને માસિક રૂ.5,000 પેન્શન મેળવવા માટે દર મહિને 210 રૂપિયા જમા કરાવવાના રહેશે. દર મહિને માસિક રૂ.1,000 પેન્શન મેળવવા માટે દર મહિને 42 રૂપિયા, દર મહિને માસિક રૂ.2,000 પેન્શન મેળવવા માટે દર મહિને 84 રૂપિયા, દર મહિને માસિક રૂ.3,000 પેન્શન મેળવવા માટે દર મહિને 126 રૂપિયા, દર મહિને માસિક રૂ.4,000 પેન્શન મેળવવા માટે દર મહિને 168 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ યોજના હેઠળે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટછાટનો લાભ આપવામાં આવે છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizens Savings Scheme)
આ યોજનામાં ન્યૂનતમ રૂ.1,000 અને મહત્તમ રૂ.30 લાખનું રોકાણ કરી શકાય છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ પતિ અથવા પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજના હેઠળ ખાતુ ખોલાવવાતી 80C હેઠળ ટેક્સ છૂટછાટની જોગવાઈ છે. આ યોજના હેઠળ ક્વાર્ટરલી વ્યાજ પણ મળે છે.

આ યોજનામાં ગયા ક્વાર્ટરમાં આપવામાં આવતું વ્યાજ 7.6 ટકાથી વધારીને 8 ટકા કરી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં વ્યાજની ટકાવારી 8 ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરવાથી FD કરતા પણ વધુ વ્યાજ આપવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)
આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો છે. આ યોજના હેઠળ વાર્ષિક 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ રોકાણકાર એક જ વારમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજના હેઠળ જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણની મહત્તમ સીમા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે પણ રકમ જમા કરવામાં આવે છે, તેના પર દર મહિને વ્યાજ આપવામાં આવે છે.આ યોજના હેઠળ એક જ વારમાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો દર મહિને પેન્શન તરીકે 3,083 રૂપિયા આપવામાં આવે છે. 5 વર્ષમાં 2,21,424 વ્યાજની કમાણી થઈ શકે છે. MIS એકાઉન્ટને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. પાંચ વર્ષ પૂર્ણ થયા પછી પાંચ-પાંચ વર્ષ માટે મેચ્યોરિટી પીરિયડ વધારી શકાય છે.