રિપોર્ટ@દેશ: મણિપુરના જીરીબામમાં CRPF અને પોલીસ ટીમના કાફલા પર હુમલો કર્યો, એક જવાન શહીદ

એક જવાન શહીદ થયો
 
રિપોર્ટ@દેશ: મણિપુરના જીરીબામમાં CRPF અને પોલીસ ટીમના કાફલા પર હુમલો કર્યો, એક જવાન શહીદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં એક જવાન શહીદ થયો છે.  કુકી આતંકવાદીઓએ રવિવારે (14 જુલાઈ) મણિપુરના જીરીબામમાં CRPF અને પોલીસ ટીમના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે કુકી આતંકવાદીઓએ મોંગબુંગના પહાડી વિસ્તારમાંથી ગોળીબાર કર્યો હતો. ગોળી CRPF જવાન અજય કુમાર ઝાના માથામાં વાગી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

મોંગબુંગમાં શનિવારે મોડી રાત્રે ગોળીબાર શરૂ થયો હતો. રવિવારે સવારે CRPF અને પોલીસે આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓને કેટલું નુકસાન થયું તે હજુ સુધી જાણી શકાયું નથી.