રિપોર્ટ@દેશ: બેંક કર્મચારીનું ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા મોત નીપજ્યું
રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
Aug 8, 2024, 10:00 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ટ્રેન મારફતે દિલ્હીથી મુંબઈ જવા નીકળેલ મુંબઈના એક બેંક કર્મચારીનું રહસ્યમ સંજોગોમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા મોત નીપજ્યું છે.
કર્મચારી ટ્રેનમાંથી નીચે કેવી રીતે પટકાયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસમાં મૃતકનું નામ ઓમ રાજેન્દ્ર નિકમ હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ ઓમ નિકમ પોતાના મિત્ર સાથે ટ્રેનમાં દિલ્હીથી મુંબઈ જઈ રહ્યો હતો, બંને મિત્રો ટ્રેનના જનરલ ડબ્બામાં દરવાજા પાસે ઊભા હતા. આ દરમિયાન આંજણા પાસે આ ઘટના બની.
ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડવાથી મોત થયું છે કે, પછી કોઈ અન્ય કારણ જવાબદાર છે? તે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.