રિપોર્ટ@દેશ: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- રાજીનામું નહીં આપું, અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગાળમાં ચૂંટણીનું પરિણામ આવી ગયું છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના એક દિવસ પછી મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ રાજીનામું આપવા માટે રાજભવન નહીં જાય. મમતાએ કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું- અમે ચૂંટણી હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે.
મમતાએ કહ્યું- આ ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની સાંઠગાંઠનું પરિણામ છે. તેમણે મતગણતરી કેન્દ્રો પર પણ કબજો કરી લીધો. મારા પેટ અને પીઠ પર લાત મારી. ધક્કો મારીને બહાર કાઢ્યા. મમતાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને ચૂંટણી પંચે SIRના બહાને 100 બેઠકો લૂંટી.
પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સોમવારે આવી ગયા છે. બંગાળમાં ભાજપે પહેલીવાર 294 માંથી 207 બેઠકો પર જીત નોંધાવી છે. રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. TMC માત્ર 80 બેઠકો જીતી શકી. 15 વર્ષ પછી મમતાના હાથમાંથી સત્તા જતી રહી છે.

