રિપોર્ટ@દેશ: સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

CMએ હવાઈ નિરીક્ષણ કર્યું
 
રિપોર્ટ@દેશ: સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

 તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકામાં મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી , DGP વિકાસ સહાય સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.