રિપોર્ટ@દેશ: કોંગ્રેસે 6 સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષપદની માંગણી કરી, સરકાર 4 આપવા સંમત

એક કમિટીમાં રાહુલ પણ સામેલ થઈ શકે છે

 
રિપોર્ટ@દેશ: કોંગ્રેસે 6 સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષપદની માંગણી કરી, સરકાર 4 આપવા સંમત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં હજુ સુધી પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીનું વિભાજન થયું નથી. કુલ 24 પાર્લામેન્ટ્રી કમિટી છે. આ કમિટીઓમાં સાંસદોને તેમના પક્ષ દ્વારા જીતેલી બેઠકોના આધારે સામેલ કરવામાં આવે છે.

આ વખતે કોંગ્રેસે 6 સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષપદની માંગણી કરી છે. જો કે સરકાર ચાર આપવા તૈયાર છે. જો કે કોંગ્રેસે ડિફેન્સ અને ફાઈનાન્સ જેવા મામલાઓ પર કમિટીની માંગ કરી છે, પરંતુ સરકાર તેમને ફોરેન અફેર્સ કમિટીની અધ્યક્ષતા આપી શકે છે.

જ્યારે DMK સાંસદ એક કમિટીના અધ્યક્ષ બની શકે છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ શિક્ષણ સંબંધિત કમિટીની અધ્યક્ષતા કરી શકે છે.

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ સોમવારે કહ્યું કે પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાતમાં વિલંબ કરવામાં આવી રહ્યો નથી. જેમ કે કેટલાક વિપક્ષ નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્ય વિરોધ પક્ષોને તેમની સંખ્યાના આધારે પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠકો આપવામાં આવી રહી છે. રિજિજુએ વધુમાં કહ્યું કે, જો તમે 2004થી અત્યાર સુધીના તમામ લોકસભા કાર્યકાળ પર નજર નાખો તો સપ્ટેમ્બરના અંતમાં પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે છે. પ્રક્રિયા ચાલુ છે.