રિપોર્ટ@દેશ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર

ચુકાદા બાદ કોર્ટની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઢોલ પર ડાન્સ કર્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને અમિત શાહ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સુલતાનપુરની MP-MLA કોર્ટે સોમવારે આ નિર્ણય સંભળાવ્યો.

ચુકાદા બાદ કોર્ટની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઢોલ પર ડાન્સ કર્યો. ફટાકડા ફોડ્યા. 'રાહુલ ગાંધી ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. રાહુલ સવારે 11.12 વાગ્યે કોર્ટરૂમમાં દાખલ થયા હતા. 11.35 વાગ્યે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી દીધા.

ભાજપ નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આરોપ છે કે રાહુલે 8 મે 2018ના રોજ બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું, 'જે પાર્ટી ઈમાનદારીની વાત કરે છે, તેના અધ્યક્ષ પર હત્યાનો આરોપ છે.'

આ પહેલાં, રાહુલના કાફલાની ગાડીઓ સોમવારે સવારે સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વધુ ઝડપે અચાનક બ્રેક લગાવવાને કારણે કાફલાની એક એમ્બ્યુલન્સ સહિત 5 ગાડીઓ અથડાઈ હતી. રાહુલ ગાંધી સુરક્ષિત છે.