રિપોર્ટ@દેશ: કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા છે
 
 રિપોર્ટ@દેશ: કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર બનાવો બનતા હોય છે.  કેજરીવાલના રિમાન્ડ પૂરા થયા બાદ EDએ તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં કાવેરી બાવેજાની કોર્ટમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. ED વતી એએસજી રાજુ અને કેજરીવાલ વતી રમેશ ગુપ્તા હાજર થયા હતા.

EDએ કહ્યું કે કેજરીવાલ અમને સહકાર નથી આપી રહ્યા. તેઓ અમને ગેરમાર્ગે દોરે છે. તેના પર કોર્ટે પૂછ્યું કે જ્યુડિશિયલ કસ્ટડી માટેની આ દલીલો કેટલી યોગ્ય છે? ASG રાજુએ કહ્યું કે કેજરીવાલ તેમના ફોનનો પાસવર્ડ શેર કરી રહ્યા નથી. અમે પછીથી તેમની ED કસ્ટડીની માગ કરીશું. આ અમારો અધિકાર છે. આ પછી કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા છે.

કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કોર્ટમાં કહ્યું- અરવિંદ કેજરીવાલને જેલમાં 3 પુસ્તકો આપવામાં આવે - ગીતા, રામાયણ અને હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ.

બીજો કેસ સરકારી આદેશો વિરુદ્ધ કેજરીવાલને જેલમાંથી મુક્ત કરવાનો હતો. સુરજિત સિંહ યાદવે PIL દાખલ કરીને જેલમાંથી સરકારી આદેશો આપવા પર પ્રતિબંધની માગણી કરી હતી. આ અંગે સુનાવણી કરતા કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે અરજી ફગાવી દીધી હતી.

કેજરીવાલે કહ્યું- આ જે પણ કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી. આ પહેલાં કોર્ટમાં હાજરી દરમિયાન કેજરીવાલે મીડિયાને કહ્યું- આ જે કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી. સુનાવણી દરમિયાન કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હીના મંત્રી આતિશી, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતાં.