રિપોર્ટ@દેશ: ક્રુઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું, 9 મૃતદેહ મળ્યા, 28ને બચાવ્યા, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મધ્ય પ્રદેશના જબલપુર ખાતે બરગી ડેમમાં પર્યટન વિભાગનું એક ક્રુઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. 28 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તંત્ર મુજબ, 4 લોકો હજુ પણ ગુમ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ક્રુઝમાં લગભગ 43 થી 47 પ્રવાસીઓ સવાર હતા, અને ફક્ત 29 લોકોને જ ટિકિટ અપાઈ હતી.
દુર્ઘટના કિનારાથી લગભગ 300 મીટર દૂર થઈ. બરગી સિટી સી.એસ.પી. અંજુમ મિશ્રાએ જણાવ્યું કે શરૂઆતી બચાવ કાર્યમાં SDRF એ ઘણા લોકોને બચાવ્યા, પરંતુ અંધારા અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યને અસર થઈ હતી. શુક્રવારે સવારે ફરીથી રેસ્ક્યૂ ચાલુ છે.
આ દરમિયાન, રાજ્યના પ્રવાસન મંત્રી ધર્મેન્દ્ર લોધી જબલપુર પહોંચ્યા છે, પરંતુ તેમનું આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, નર્મદામાં પેટ્રોલ અને ડીઝલ બોટ પર પ્રતિબંધ છે. તેમને આ વાતની ખબર નથી.
PM નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાયની જાહેરાત કરી છે.

