રિપોર્ટ@દેશ: દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારતપોલ આપણા દેશની આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે.

CBI એકમાત્ર એવી એજન્સી હતી જે ઈન્ટરપોલ સાથે કામ કરવા માટે માન્ય હતી, પરંતુ હવે ભારતપોલ દ્વારા દરેક ભારતીય એજન્સી અને તમામ રાજ્યોની પોલીસ ઈન્ટરપોલ સાથે સરળતાથી જોડાઈ શકશે. અમે ગુનાખોરીને અંકુશમાં લેવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખીશું.

CBI દ્વારા જ ભારતપોલ બનાવવામાં આવ્યું છે. ઈન્ટરપોલની જેમ જ ભારતપોલ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ સાથે તપાસ એજન્સીઓને સાયબર અને નાણાકીય ગુનાઓ સહિત અન્ય ગુનાઓમાં ઈન્ટરન્શનલ પોલીસની તાત્કાલિક મદદ મળશે.

આ પોલ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે. ઇન્ટરપોલ ઉપરાંત અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જોડી શકાય છે.