રિપોર્ટ@દેશ: ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી, રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે

 સુપ્રીમે 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજવા કહ્યું

 
રિપોર્ટ@દેશ: ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી, રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોચી ગઈ છે. ત્યાં એ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. આગામી વિધાનસભા ચૂંટણી મામલે ચૂંટણી પંચની ટીમ આજે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અન્ય ચૂંટણી કમિશનરો પ્રાદેશિક અને રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે બેઠક કરશે, નોશલનલ કોન્ફ્રરન્સ, પીડીપી, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ તેમના વરિષ્ઠ નેતાઓને બેઠકમાં મોકલ્યા છે.

ચૂંટણી પંચ આજે પોલીસ અધિકારીઓ અને સુરક્ષા દળો સાથે પણ બેઠક કરશે. ચૂંટણી પંચ 9 ઓગસ્ટે બપોરે 2:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે.

આ વર્ષે જૂનમાં ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદી અપડેટ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ કામ પૂર્ણ કરવા માટે 20 ઓગસ્ટની સમયમર્યાદા આપવામાં આવી હતી.

ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને વહેલીતકે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવે.