રિપોર્ટ@દેશ: પશ્ચિમ બંગાળમાં 2 ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી, 8 લોકોના મોત

ગોડાઉનના કેટલાક ભાગોમાં મોડી સાંજ સુધી ધુમાડો અને આગ ચાલુ રહી હતી.
 
રિપોર્ટ@દેશ: પશ્ચિમ બંગાળમાં 2 ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી, 8 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા જિલ્લામાં સોમવારે સવારે 2 ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી 8 લોકોના મોત થયા. ઘણા મજૂરો ગુમ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આગ સવારે લગભગ 3 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓએ લગભગ 7 કલાકની જહેમત બાદ સવારે 10 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો. જોકે, ગોડાઉનના કેટલાક ભાગોમાં મોડી સાંજ સુધી ધુમાડો અને આગ ચાલુ રહી હતી.

સાંજે લગભગ 5 વાગ્યે ત્રણ મૃતદેહ મળ્યા. બાદમાં શોધખોળ દરમિયાન અન્ય પાંચ મૃતદેહ મળી આવ્યા. બારુઈપુર પોલીસ જિલ્લાના એસપી શુભેન્દુ કુમારે જણાવ્યું કે તમામ મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે ઓળખ શક્ય નથી.