રિપોર્ટ@દેશ: પ્રથમવાર ઇન્ટરનેટના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 50 ટકાની ઉપર76 કરોડ

એક્ટિવ ઇન્ટરનેટ યૂઝર્સમાં 40 કરોડ ગ્રામીણ અને 36 કરોડ શહેરી છ
 
અમદાવાદ: ધોરણ-12 પૂરક પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • ગોવામાં સૌથી વધુ, બિહારમાં સૌથી ઓછો ઇન્ટરનેટનો વપરાશ

દેશમાં 75.9 કરોડથી વધારે એટલે કે દેશના 52 ટકા નાગરિકો એક્ટિવ ઇન્ટરનેટ યૂઝર્સ છે એટલે કે મહિનામાં ઓછામાં ઓછું એકવાર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

દેશમાં શહેરોની સરખામણીએ ગામડામાં એક્ટિવ ઇન્ટરનેટ વપરાશકારો વધારે છે અને 2025 સુધીમાં દેશમાં એક્ટિવ ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ઊછળીને 90 કરોડ થઇ જવાની શક્યતા છે તેમ ઉદ્યોગ સંગઠન આઈએએમએઆઈ અને માર્કેટ ડેટા એનાલિસીસ ફર્મ કંટારના એક સંયુક્ત રિપોર્ટમાં જણાવાયું છે. આમ દેશમાં પ્રથમવાર 50 ટકાથી વધારે લોકો એક્ટિવ 

ઇન્ટરનેટ યૂઝર્સ બની ગયા છે.

આ રિપોર્ટ અનુસાર 2025 સુધીમાં સૌથી વધારે ઇન્ટરનેટ ગ્રોથ ભારતમાં નોંધાવાની અપેક્ષા છે. દેશમાં કુલ 76 કરોડમાંથી 40 કરોડ ગ્રામીણ ભારતીય એક્ટિવ યૂઝર્સ છે, જ્યારે 36 કરોડ લોકો શહેરી છે, જે દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટનો વિકાસ ઝડપી છે. પાછલા એક વર્ષમાં શહેરી ભારતમાં છ ટકા અને ગ્રામીણ ભારતમાં 14 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. અનુમાન છે કે 2025 સુધીના તમામ નવા ઇન્ટરનેટ કનેક્શનમાં 56 ટકા હિસ્સો ગ્રામીણ ભારતનો હશે. છેલ્લા કેટલાક વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે.

ગોવામાં સૌથી વધુ, બિહારમાં સૌથી ઓછો વપરાશ

રિપોર્ટ અનુસાર ઇન્ટરનેટના વપરાશમાં રાજ્ય પ્રમાણે મોટો તફાવત જોવાયો હતો. દેશમાં સૌથી વધારે ગોવામાં 70 ટકા અને બિહારમાં સૌથી ઓછો 32 ટકા ઇન્ટરનેટ વપરાશ જોવાયો હતો. ઇન્ટરનેટનો વપરાશ કરતાં કુલ ભારતીયમાં 54 ટકા પુરુષો છે, જો કે નવા જોડાણોમાં 57 ટકા મહિલાઓ છે. માનવામાં આવે છે કે 2025 સુધીના નવા યૂઝર્સમાં 65 ટકા મહિલાઓ હશે. દેશમાં ટેબલેટ કે સ્માર્ટ ટીવી પર ઇન્ટરનેટનો વપરાશ એક વર્ષમાં આઠ ટકાથી વધીને 13 ટકા થઇ ગયો હતો.