રિપોર્ટ@મધ્યપ્રદેશ: સ્ટેજ પર ડાન્સ કરતી વખતે યુવતીનું અચાનક મોત નીપજ્યું
આ સમય દરમિયાન 'લહરા કે બલ્ખા કે...' ગીત વાગે છે. છોકરી આ ગીત પર ડાન્સ સ્ટેપ્સ કરે છે.
Feb 10, 2025, 16:48 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં હાર્ટએટેકનાં બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર હાર્ટએટેકની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના વિદિશામાં એક લગ્ન સમારોહમાં સંગીતસંધ્યા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતી વખતે એક યુવતીનું મોત થયું. આ છોકરી ઇન્દોરની રહેવાસી હતી. તે તેની પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા માટે વિદિશા આવી હતી.
આ ઘટના શનિવારે રાત્રે બની હતી. તેનો વીડિયો હાલ સામે આવ્યો છે. 23 વર્ષની પરિણીતા નામની એક યુવતી સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. આ સમય દરમિયાન 'લહરા કે બલ્ખા કે...' ગીત વાગે છે. છોકરી આ ગીત પર ડાન્સ સ્ટેપ્સ કરે છે. પછી અચાનક તે સ્ટેજ પર ઊંઘા મોઢે પડી જાય છે.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને ડાન્સ કરતી સમયે જ હાર્ટ એટેક આવ્યો, જેનાથી તેનું સ્ટેજ પર જ મોત થઈ ગયું