રિપોર્ટ@દેશ: હિમંતા બિસ્વા સરમા આજે બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે, જાણો વધુ

સમારોહમાં PM મોદી સહિત NDA શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 


ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. હિમંતા બિસ્વા સરમા આજે  બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે અન્ય 4 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. સમારોહમાં PM મોદી સહિત NDA શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

કાર્યક્રમ માટે ગુવાહાટીના ખાનાપારા વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં સોમવારે જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. રવિવારે આસામમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં હિમંતાને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાત્રે જ પહોંચી ગયા હતા.