રિપોર્ટ@દેશ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બંગાળમાં SIRથી ઘૂસણખોરો બહાર થશે, જાણો વધુ વિગતે
બાકીના ઘૂસણખોરો રહી જશે તેમને ભાજપના સીએમ આવીને કાઢી મુકશે.
Jan 31, 2026, 17:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગણામાં કહ્યું કે, મમતા સરકાર ઘૂસણખોરોને સંરક્ષણ આપી રહી છે. બંગાળના લોકો TMCને ઉખાડી ફેંકશે. તેમની વિદાયનો સમય આવી ગયો છે.
મમતાજીને CAAનો જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લે. મતદાર યાદીમાંથી ઘૂસણખોરોને કાઢવા જ પડશે. જે બાકીના ઘૂસણખોરો રહી જશે તેમને ભાજપના સીએમ આવીને કાઢી મુકશે. વર્ષ 2026 TMCને 'ટાટા, બાય-બાય' કહેવાનું વર્ષ છે.

