રીપોર્ટ@દેશ: IPL 2023માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટકરાર થઇ ,જાણો ઝઘડા પાછળનું કારણ

બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

 
IPL 2021: KKRએ 6 વિકેટથી હૈદરાબાદને હરાવ્યું, શુભમન ગીલની ફિફ્ટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને બચાવમાં આવવું પડ્યું. કોહલી અને ગંભીર વચ્ચે કેમ થઈ હતી આ લડાઈ, હવે ખુલાસો થયો…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં સોમવારે (1 મે) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ જોવા મળી.

જેમાં બેંગલુરુની ટીમે 18 રનથી જીત મેળવી હતી. પરંતુ જો આ મેચને ઈતિહાસમાં યાદ કરવામાં આવશે તો તે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેનો વિવાદ જ રહેશે.

મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને બચાવમાં આવવું પડ્યું. તેના વિડીયો અને ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લખનૌ ટીમના અમિત મિશ્રા અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ બચાવમાં આવ્યા હતા.

આ રીતે કોહલી અને ગંભીર વચ્ચે વિવાદ થયો હતો

આ દરમિયાન ચાહકોને જણાવી દઈએ કે ગંભીર સાથેની લડાઈ પહેલા કોહલીની અફઘાન ખેલાડી નવીન-ઉલ-હક સાથે બે વખત ઝઘડો પણ થયો હતો. તેની સાથે લખનૌ ટીમના ઓપનર કાયલ મેયર્સ સાથે પણ તેની બોલાચાલી થઈ હતી. પરંતુ આ બધા વચ્ચે મેદાનની બહાર બેઠેલા ગંભીર સાથે કોહલીની લડાઈ કેવી રીતે થઈ? દરેક વ્યક્તિ આ જાણવા માટે ઉત્સુક છે.

આ સમગ્ર વિવાદનો ખુલાસો પીટીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સીએ એક સ્ત્રોત સાથે વાત કરી જે સમગ્ર વિવાદનો પ્રત્યક્ષદર્શી છે અને ઘટના સમયે ડગઆઉટમાં હાજર હતો. સૂત્રએ કહ્યું, ‘તમે ટીવી પર જોયું કે મેયર્સ અને કોહલી મેચ પછી મેદાન પર ચાલતા સમયે કંઈક વાત કરી રહ્યા હતા. મેયર્સે કોહલીને પૂછ્યું કે શા માટે તે સતત તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. આના પર કોહલીએ તેને પૂછ્યું કે તે તેની સામે કેમ જોઈ રહ્યો છે. આ પહેલા અમિત મિશ્રાએ પણ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે કોહલી નંબર-10 પર બેટિંગ કરવા આવેલા નવીન સાથે સતત દુર્વ્યવહાર કરી રહ્યો હતો.

ગંભીરે આકરા સ્વરમાં કોહલીને સમજાવ્યું

સૂત્રએ કહ્યું, ‘જ્યારે કોહલીએ ટિપ્પણી કરી ત્યારે ગંભીરને મામલો સમજાયો અને મામલો વધે તે પહેલાં તેણે મેયર્સને બાજુ પર ખેંચી લીધો અને વાત કરવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ થયેલી ચર્ચા થોડી બાલિશ લાગી. ગંભીરે પૂછ્યું (કોહલીને) – બોલ શું કહી રહ્યો છે? આના પર કોહલીએ કહ્યું- મેં તમને કશું કહ્યું નથી, તમે કેમ પ્રવેશી રહ્યા છો.

તેણે કહ્યું, ‘ત્યારબાદ ગંભીરે જવાબ આપ્યો, ‘જો તમે મારા ખેલાડી સાથે વાત કરી છે તો તેનો અર્થ છે કે તમે મારા પરિવાર સાથે દુર્વ્યવહાર કર્યો છે.’ આના પર કોહલીએ કહ્યું, “તો તમે તમારા પરિવારનું ધ્યાન રાખો.” ત્યારે આખરે ગંભીરે કહ્યું, ‘તો હવે તમે મને શીખવશો.’

ગંભીર અને કોહલી બંનેને આ સજા મળી છે

આ મામલે IPL દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. IPLએ પણ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. વિરાટ અને ગંભીર બંનેને IPL કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 2 માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. બંને લોકોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. બંનેની 100 ટકા મેચ ફી કાપવામાં આવી છે. વિરાટની 1.07 કરોડ મેચ ફી (100%) કાપવામાં આવી છે. તે જ સમયે, ગંભીરની 100% મેચ ફી પણ કાપવામાં આવી છે.

IPLમાં આ પહેલા પણ કોહલી-ગંભીર વચ્ચે ટક્કર થઈ ચૂકી છે

IPL 2013ની સિઝનમાં પણ કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો. પરંતુ આ વખતે તે લખનૌ ટીમનો મેન્ટર છે. તે જ સમયે, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી પણ આ IPLમાં એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય 10 એપ્રિલના રોજ લખનૌએ બેંગલુરુને હરાવ્યું ત્યારનું છે.