રિપોર્ટ@દેશ: કેજરીવાલે CM હાઉસ છોડ્યું અને AAP સાંસદના બંગલામાં શિફ્ટ થયા

કેજરીવાલ તેમનાં પત્ની સુનિતા કેજરીવાલ, માતા-પિતા અને બંને બાળક સાથે શિફ્ટ થયાં છે. અશોક મિત્તલ અને તેમનાં પત્નીએ બધાને તેમના ઘરમાં આવકાર્યા
 
કેજરીવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અરવિંદ કેજરીવાલે CM પદ પરથી રાજીનામું આપી દિધું છે. કેજરીવાલે CM હાઉસ છોડ્યું અને AAP સાંસદના બંગલામાં શિફ્ટ થયા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફ્લેગ સ્ટાફ રોડ પર સ્થિત CM હાઉસ ખાલી કરી દીધું છે. તેઓ લ્યુટિયન્સ દિલ્હીના ફિરોઝશાહ રોડ પરના બંગલા નંબર 5માં શિફ્ટ થયા હતા. આ બંગલો AAPના પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યો છે.

કેજરીવાલ તેમનાં પત્ની સુનિતા કેજરીવાલ, માતા-પિતા અને બંને બાળક સાથે શિફ્ટ થયાં છે. અશોક મિત્તલ અને તેમનાં પત્નીએ બધાને તેમના ઘરમાં આવકાર્યા. કેજરીવાલ મારા ઘરે મહેમાન બનીને શિફ્ટ થયા છે.

કેજરીવાલે 17 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સીએમ આવાસ અને તમામ સરકારી સુવિધાઓ છોડવાની જાહેરાત કરી હતી. AAPએ કહ્યું હતું કે કેજરીવાલ નવા ઘરની શોધમાં છે. તેઓ એવી જગ્યા શોધી રહ્યા છે, જ્યાં રહેવામાં કોઈ વિવાદ ન હોય.

AAPએ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે કેજરીવાલને આવાસ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માગ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.