રીપોર્ટ@દેશ: LPG સિલિન્ડરમાં થયો મોટો ઘટાડો,જાણો આજના નવા ભાવ

14 કિલોનું એલપીજી સિલિન્ડર 200 રૂપિયા સસ્તું થયું હતું.
 
Lpg silindar 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપતાં જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) એ પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 158 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ અગાઉ 14 કિલોનું એલપીજી સિલિન્ડર 200 રૂપિયા સસ્તું થયું હતું.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમતો આજે શુક્રવાર 01 સપ્ટેમ્બરથી લાગુ થશે, અને દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,522 રૂપિયા હશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રક્ષાબંધન પર્વ પર કેન્દ્ર સરકારે ઘરેલુ એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને દેશની મહિલાઓને ભેટ આપી હતી. કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં દર મહિનાની 1લી તારીખે સુધારો કરવામાં આવે છે. નવી કિંમતો મહિનાની 1લી તારીખથી લાગુ થશે.

આ વધારો પહેલાં, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત બે ઘટાડો કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે મે અને જૂનમાં હતો. જ્યારે મે મહિનામાં OMCએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારે જૂનમાં તેમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

એપ્રિલમાં પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડની કિંમતમાં યુનિટ દીઠ 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વર્ષે 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 350.50 રૂપિયા અને સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 50 રૂપિયાનો વધારો કર્યો હતો.