રિપોર્ટ@દેશ: મહાકાલના ગર્ભગૃહમાં કેમિકલના ગુલાલથી લાગેલી આગમાં દાઝેલા સેવકનું મોત

આગમાં 14 લોકો દાઝ્યા હતા

 
રિપોર્ટ@દેશ: મહાકાલના ગર્ભગૃહમાં કેમિકલના ગુલાલથી લાગેલી આગમાં દાઝેલા સેવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ ભયાનક બનાવોમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે. ધુળેટીના દિવસે (25 માર્ચ), સેવક સત્યનારાયણ સોની (80) ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગમાં બળીને મૃત્યુ પામ્યા હતા. તેમણે બુધવારે સવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સત્યનારાયણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ પહેલા તેમને ઈન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી મુંબઈ રિફર કરાયા હતા.

25 માર્ચે સવારે 5.49 વાગ્યે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગેલી આગમાં 14 લોકો દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી 9ને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા. 5ની સારવાર ઉજ્જૈનમાં જ કરવામાં આવી હતી. પૂજારીના પુત્ર મનોજ શર્મા (43), પૂજારી સંજય શર્મા (50) અને સેવક ચિંતામન (65) હાલમાં ઈન્દોરની અરબિંદો હોસ્પિટલમાં દાખલ છે.


મુખ્યમંત્રી ડો.મોહન યાદવે આજે સીએમ હાઉસ ખાતે યોજાનાર હોળી મિલનનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. તેઓ ઘાયલોને મળવા ભોપાલથી ઈન્દોર પહોંચ્યા હતા. આ પછી તેઓ ઘાયલોની હાલત જાણવા ઉજ્જૈન પહોંચ્યા હતા.ઉજ્જૈનમાં ઘાયલોને મળ્યા બાદ મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પણ ઘટનાની જાણકારી લીધી છે. વડાપ્રધાને આ મામલાની તપાસ કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.


ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટના અંગે મુખ્ય મંત્રી ડૉ મોહન યાદવ સાથે વાત કરી હતી. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, 'મુખ્યમંત્રી ડૉ. યાદવ પાસેથી ઘટનાની માહિતી લીધી છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.