રિપોર્ટ@દેશ: NEET રિ-એક્ઝામનું પરિણામ જાહેર થયું, 67થી ઘટીને 61 થયા ટોપર્સ

 
રોષ@ઉ.ગુ. : પરિક્ષા રદ્દ કરીને પરિક્ષાર્થીઓની આશા અંધારામાં ધકેલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NEET પરિક્ષાનુ પરિણામ જાહેર થયું છે. NTAએ NEET UG રિ-એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. રિ-એક્ઝામમાં હાજર રહેલા 813 ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in પર જઈને તેમનું નવું સ્કોરકાર્ડ જોઈ શકે છે. રિ-એક્ઝામના પરિણામો જાહેર થયા બાદ ટોપર્સની સંખ્યા હવે 67થી ઘટીને 61 થઈ ગઈ છે.પરિણામમાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારો માટે NEET UG રિ-એક્ઝામ લેવામાં આવી હતી. જેમાંથી માત્ર 813 જ હાજર રહ્યા હતા. 720માંથી 720 માર્કસ મેળવનાર 6માંથી 5 વિદ્યાર્થીઓએ રિ-એક્ઝામમાં હાજરી આપી હતી. તેમાંથી કોઈએ રિ-એક્ઝામમાં ટોપ કર્યું નથી. જો કે, તમામ 5 ઉમેદવારોએ 680થી વધુ સ્કોર કર્યા છે.

છઠ્ઠા ઉમેદવારને ગ્રેસ માર્કસ દૂર કરીને તૈયાર કરેલા નંબરો સાથેની માર્કશીટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ટોપર્સની સંખ્યામાં હવે 6નો ઘટાડો થયો છે. NEET UG 2024 કાઉન્સેલિંગ પ્રક્રિયા 6ઠ્ઠી જુલાઈ 2024થી શરૂ થવાની છે.


NTAએ NEET UG પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવીને પસંદ કરાયેલા 1563 ઉમેદવારો માટે 23 જૂને રિ-એક્ઝામ હાથ ધરી હતી. લોસ ઓફ ટાઈમના કારણે નુકસાનની ભરપાઈ કરવા માટે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.


NEET UG રિ-એક્ઝામમાં 750 ઉમેદવારો હાજર રહ્યા ન હતા. કુલ 1563માંથી માત્ર 813 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ચંદીગઢમાં 2 ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, તેમાંથી એકેય પરીક્ષા આપવા આવ્યા ન હતા.

છત્તીસગઢના 602 ઉમેદવારોમાંથી કુલ 291, ગુજરાતમાંથી 1 ઉમેદવાર, હરિયાણાના 494 ઉમેદવારોમાંથી 287 અને મેઘાલયના તુરામાંથી 234 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.