રિપોર્ટ@દેશ: PM મોદી તુલસી અને સુકારી નામની બે વૃદ્ધ મહિલાઓના પગે પડી આશીર્વાદ લીધા

  • કર્ણાટકના અંકોલામાં પીએમ મોદીએ બે પદ્યશ્રી મહિલાઓને મળ્યાં
 
pm

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

  • તુલસી અને સુકરીને પગે પડીને લીધા આશીર્વાદ
  • બન્નેએ પીએમ મોદી પર પુત્ર જેવું વ્હાલ વરસાવ્યું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ ક્યૂટ તસવીર સામે આવી છે.

આ તસવીરમાં પીએમ મોદી બે વયોવૃદ્ધ મહિલાઓના ચરણ સ્પર્શ કરતા નજરે પડે છે. વીડિયોમાં બંને મહિલાઓ પીએમ મોદી માટે સ્નેહ વ્યક્ત કરીને તેમને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ બે મહિલાઓ કોણ છે, જેમના પગને પીએમ મોદી સ્પર્શ કરી રહ્યા છે અને આશીર્વાદ મેળવી રહ્યા છે, તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. ખરેખર, આ બંને મહિલાઓ બીજું કોઈ નહીં પણ કર્ણાટકની પદ્મ પુરસ્કાર વિજેતા તુલસી ગૌડા અને સુકરી બોમ્મેગોવડા છે.

કોણ છે તુલસી ગૌડા
કર્ણાટકની 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડાને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમના વિશે કહેવામાં આવે છે કે તેમની પાસે જંગલ સાથે જોડાયેલી તમામ નાની-મોટી માહિતી છે અને તેણે હજારો છોડ વાવ્યા છે. હલક્કી જનજાતિની રહેવાસી તુલસી ગૌડાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, જેના કારણે તેઓ ઝાઝું ભણી શક્યા નહોતા જોકે, 12 વર્ષની નાની ઉંમરથી જ વૃક્ષો વાવતા તુલસી ગૌડાને વૃક્ષો, છોડ, જડીબુટ્ટીઓ વિશે વિસ્તૃત જાણકારી છે. તેથી જ તેમને એન્સાયક્લોપીડિયા ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે.

કોણ છે સુકરી બોમ્મેગૌડા
સુકરી બોમ્મેગૌડા કર્ણાટકના અંકોલાના છે. તેઓ લાંબા સમયથી પરંપરાગત આદિવાસી સંગીતનો વારસો સંભાળી રહ્યાં છે, જેના કારણે તેઓ 'હલ્કી કી બુલબુલ' તરીકે જાણીતા છે. ગયા વર્ષે તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તેઓ લગભગ પાંચ દાયકાથી આદિવાસી સંસ્કૃતિનો અવાજ છે અને 10થી વધુ પરંપરાગત હલ્કી ગીતો ગાયા છે.