રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવાજીની પ્રતિમા પડી જવા બદલ માફી માગી

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે. શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગી હતી. મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલાં સિંધુદુર્ગમાં જે કંઈપણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તેઓ માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે.

હું શિવજીનાં ચરણોમાં નમન કરું છું અને માફી માગું છું. મોદી પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ માફી માગી ચૂક્યા છે. મોદીના આ કાર્યક્રમ દરમિયાન મુંબઈમાં પ્રતિમા પડી જવાનો વિરોધ પણ થઈ રહ્યો છે. પોલીસે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોને નજરકેદ પણ કર્યા હતા.


આ પહેલાં વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.