રિપોર્ટ@દેશ: 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી, શું છે સમગ્ર મામલો ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરીહતી ને સેશન કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન તેલંગાણા હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.
સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવી. હકીકતમાં તેની જરૂર નથી. સુનાવણીમાં, જ્જે પૂછ્યું કે શું એક્ટર વિરુદ્ધ BNSની કલમ 105(B) અને 108 હેઠળ કેસ નોંધી શકાય છે. શું તે ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન ચોક્કસ એક્ટર છે, પરંતુ હવે તે આરોપી છે. તેમની હાજરીને કારણે જ થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
અલ્લુ અર્જુનના વકીલે તેમનો બચાવ કર્યો હતો. એક્ટરના બચાવમાં વકીલે કહ્યું, અલ્લુ અર્જુનની આજે ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હું વચગાળાના જામીનની માગ કરી રહ્યો છું. અગાઉના કેસોમાં પણ ધરપકડ બાદ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટમાં એક્ટર અલ્લુ અર્જુન સામે દોષિત હત્યાના આરોપ (સેક્શન 304) સંબંધિત કેસમાં, તેમના વકીલ કોર્ટ સમક્ષ તેમની દલીલો રજૂ કરી રહ્યા છે. વકીલે કહ્યું, પોલીસના નિર્દેશોમાં એવું કંઈ નહોતું કે એક્ટરના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે. વકીલે શાહરૂખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા. શાહરુખની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન દરમિયાન નાસભાગને કારણે મૃત્યુ થયું ત્યારે તેની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતોએ શોધી કાઢ્યું છે કે આવા કેસોમાં આરોપો ત્યારે જ ટકી રહે છે જો મૃત્યુનો સીધો સંબંધ એક્ટરની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય.
અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે બચાવ પક્ષના વકીલોએ એવી દલીલ કરી હતી કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં એક ધાર્મિક સભાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં નાસભાગમાં 35 લોકોના મોત થયા હતા, પરંતુ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે કોઈ સીધો સંબંધ ન હોવાને કારણેની ધરપકડ કરવામાં નહોતી. તો અલ્લુ અર્જુનના કેસમાં અલગથી ધરપકડ કેમ કરવામાં આવી રહી છે? પરંતુ કોર્ટે આ તમામ દલીલોને અવગણીને તેને 14 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.
નામપલ્લની સેશન કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તેને ચંચલગુડા જેલમાં મોકલવામાં આવશે. સંધ્યા થિયેટર નાસભાગમાં મૃત્યુ પામનાર રેવતીના પતિ ભાસ્કરે કેસ પરત લેવાની વાત કરી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે અલ્લુ અર્જુનને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે. અલ્લુ અર્જુનને આજે બપોરે 3.15 વાગ્યે નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મૃતક રેવતીના પતિ કહ્યું કે તે કેસ પાછો ખેંચવા માગે છે કારણ કે નાસભાગમાં અલ્લુ અર્જુનની સીધી જવાબદારી નથી. તે તેની પત્ની અને બાળકોને પ્રિમિયર શો જોવા માટે લઈ ગઈ હતી. અચાનક અલ્લુ અર્જુનને જોવા માટે લોકો ધક્કામૂકી કરવા લાગ્યા. કહ્યું કે અલ્લુ અર્જુનને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. તેણે ટીવી પર અલ્લુ અર્જુનની ધરપકડ જોઈ અને તે ઈચ્છે છે કે આ મામલો અટકાવી દેવામાં આવે. ખાસ વાત એ છે કે જ અલ્લુ અર્જુન અને ફિલ્મ થિયેટર માલિક વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી હતી.