રિપોર્ટ@દેશ: રાહુલે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમારે મતચોરીમાં ભાજપની મદદ કરી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાહુલ અને પ્રિયંકા ગાંધી 4 કલાકથી વધુ સમયથી દિલ્હીના આકાશવાણી કેમ્પસમાં ધરણા પર બેઠા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના ‘સેવ ડેમોક્રસી’ માર્ચમાં સામેલ હતા.

સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ જઈ રહેલા માર્ચને પોલીસે અટકાવી અને રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા. ત્યારબાદ તેઓ બસમાંથી ઉતરીને આકાશવાણી પરિસરમાં ઝાડ નીચે બેસી ગયા. રાહુલે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમારે મતચોરીમાં ભાજપની મદદ કરી.

આકાશવાણીથી ચૂંટણી પંચની કચેરી 270 મીટર દૂર છે અને રાહુલ ત્યાં સુધી જવા દેવાની માગ કરી રહ્યા છે. ચૂંટણી પંચ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં છેલ્લા 5 દિવસમાં આ સાતમું વિરોધ પ્રદર્શન છે.