રીપોર્ટ@દેશ: રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જેલર ફિલ્મ જોશે

 રજનીકાંતની કોઈપણ ફિલ્મ આવે તો તે સાઉથમાં ફિલ્મ તહેવાર બરાબર છે.
 
રીપોર્ટ@દેશ: રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જેલર ફિલ્મ જોશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રજનીકાંત એ સાઉથ સુપસ્ટાર છે.રજનીકાંતની એક પછી એક સુપરહિટ ફિલ્મો આવી છે,જેના કારણે એ લોકપ્રિય એક્ટર બન્યો છે.હાલમાં રજનીકાંતની નવી  રિલીઝ થયેલી ફિલ્મ જેલરને લઈને ચર્ચામાં છે. દુનિયાભરમાં તેમની ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. જેલર ફિલ્મ સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2 સાથે રિલીઝ થઈ ગઈ છે.પરંતુ જેલરની કમાણી પર ગદર 2 અને ઓએમજી 2ની કોઈ અસર જોવા મળી નથી. રજનીકાંત પણ પોતાની ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં તે યુપીના સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે ફિલ્મ જોશે.હાલમાં રજનીકાંત યુપીમાં છે અને તેઓ ફિલ્મ જેલર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે. સાઉથ સુપરસ્ટારે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં આ માહિતી આપી છે. તેમને પૂછવામાં આવ્યું કે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે અને તેઓ યુપી સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહ્યા છે. એક્ટરે તેનો જવાબ આપતાં કહ્યું કે તેઓ યુપી આવ્યા છે અને ફિલ્મ પણ સીએમ યોગી આદિત્યનાથ સાથે જોવા જઈ રહ્યા છે.

આ પછી તેને ફિલ્મની સફળતા પર તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. તેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે તેમની ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે કારણ કે ભગવાનના આશીર્વાદ છે. તમને જણાવી દઈએ કે રજનીકાંત પોલિટિક્સમાં પણ એક્ટિવ છે અને આ સાથે તેઓ સતત ફિલ્મોમાં પણ પોતાની એક્ટિવનેસ બતાવી રહ્યા છે. 72 વર્ષના રજનીકાંતની ફેન ફોલોઈંગ દુનિયામાં જોરદાર છે.ફિલ્મ જેલર વિશે વાત કરીએ તો, તે 10 ઓગસ્ટના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. દુનિયાભરમાં આ ફિલ્મે 8 દિવસમાં 470 કરોડની કમાણી કરી લીધી છે. રજનીકાંતની પોપ્યુલારિટી અને તેમની સફળતા આ આંકડાઓ વિશે જણાવે છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર વધુ કમાણી થવાની તમામ આશા છે. ભારતમાં પણ આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે અને 235 કરોડની કમાણી કરી ચૂકી છે.