રીપોર્ટ@દેશ: રૂપાણી સરકારની યોજનાને સ્થાને PM ફસલ વીમા યોજના પુનઃ અમલમાં લાવવા વિચારણા

  • શિયાળો- ઉનાળો છાશવારે 'ડમી' નીકળતા સરકાર સલવાણી
 
પાક વિમાના 530 કરોડ દબાવી રાખ્યાઃ વિમા કંપનીઓ પર સરકારે ફટકાર્યો દંડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

  • ત્રણ વર્ષમાં રૂ.4,959 કરોડથી વધુની રાહતો

ગુજરાતની ખેતીવાડી માટે શિયાળો, ઉનાળો પણ 'ડમી' થઈ રહ્યો છે, છાશવારે થતા માવઠાથી કૃષિ આધારિત ગ્રામ્ય અર્થતંત્ર તબાહ થઈ રહ્યુ છે.

આ સ્થિતિમાં ખેડૂતોની મદદ માટે ઓગસ્ટ- 2020થી અમલમાં રહેલી ઝ્રસ્ કિસાન સહાય યોજના હેઠળ પ્રજાની તિજોરીમાંથી વારંવાર કરોડો રૂપિયાના રાહત પેકેજો જાહેર થયા છે. જેનાથી સરકાર ઉપર જબરજસ્ત ભારણ વધ્યુ છે. આથી, ત્રણ વર્ષ પછી રાજ્યમાં તમામ ખેડૂતોને ફરીથી PM ફસલ વીમા યોજના હેઠળ આવરી લઈને તેમની મહેનત અને ખેત ઉત્પાદનને વધુ સુરક્ષિત કરવા સરકારે વિચારણા શરૂ કરી છે.

PM ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપનીઓ સમક્ષ ખેડૂતોને થયેલા પાક નુકસાની દાવા સાબિત કરવામાં નિષ્ફળતાને પગલે તત્કાલીન રૂપાણી સરકારે સરકારના સ્વભંડોળ આધારીત ઝ્રસ્ કિસાન સહાય યોજના શરૂ કરી હતી. તે દિવસથી ખેડૂતો અને સરકારના સહિયારા પ્રીમીયમ આધારિત વળતર યોજનાનો વીટો વળ્યો છે. સરકારના નીતિ નિર્ધારકોના કહેવા મુજબ ઓગસ્ટ 2020ની યોજના મુજબ ''15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઈન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી.થી વધુ વરસાદ પડે અને પાકને ખેતરમાં નુકશાન થાય તો તે કમોસમી વરસાદ અર્થાત માવઠું કહેવાય'' તે સિવાયના માવઠામાં સહાય મળે નહી. અહીં તો છાશવારે માવઠા થાય છે. ક્લાઈમેન્ટ ચેન્જના આ વિકરાળરૂપની સૌથી પહેલી જોખમી અસર કૃષિને થાય છે. તેના માટેનું સહાય પેકેજ સરકારના સ્વભંડોળમાંથી ચૂકવાતા આર્થિક ભારણ વધે છે. આથી, ઝ્રસ્ સહાય યોજનાને સ્થાને PM ફસલ વીમા યોજનાને પુનઃ અમલમાં મુકવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ત્રણ વર્ષમાં રૂ.4,959 કરોડથી વધુની રાહતો

અતિવૃષ્ટિ, વાવાઝોડા, કરા સાથેના માવઠાને કારણે વર્ષ 2021ના સપ્ટેમ્બરમાં રૂ.3,795 કરોડ, ઓક્ટોબરમાં રૂ.531 કરોડ અને છેલ્લે વર્ષ 2022માં રૂ.630 કરોડના રાહત પેકેજ જાહેર થયા છે. જે સંપૂર્ણતઃ સરકારી તિજોરીના છે. જો પાક વીમા યોજના ચાલુ રાખી હોત તો ઓછા પ્રીમીયમમાં ખરેખર નુકશાન ધરાવતા ખેડૂતોને સંતોષપૂર્ણ આર્થિક વળતર મળ્યુ હોત તેમ કહેવાય છ