રીપોર્ટ@દેશ: રશિયન સેનાએ યુક્રેનનો સૌથી મોટો ડેમ ઉડાવી દેતા,યુક્રેનના16000થી વધુ નાગરિકોના જીવન જોખમમાં મુકાયા

યુક્રેનનો સૌથી મોટો ડેમ ઉડાવી દેતું રશિયા

 
રીપોર્ટ@દેશ: રશિયા અને યુક્રેનના ભીષણ યુદ્ધના કારણે લોકો પર મોટી આફત આવી પડી,જાણો શું છે એ મોટી આફત  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રશિયા અને યુક્રેનના ભીષણ  બનેલા યુદ્ધમાં રશિયન સેનાએ દક્ષિણ યુક્રેનમાં એક સૌથી  મોટો  ડેમ ઉડાવી દેતા યુક્રેનના અનેક વિસ્તારોમાં પુરના પાણીનું જોખમ વધી રહ્યું છે. સોવિયત સંઘ સમયના આ ડેમ ક્રિમીયા સહિતના ક્ષેત્રોમાં પાણી પુરુ પાડે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ મેસેજીંગ એપ ટેલીગ્રામ પર એક સંદેશ લખતા કહ્યું કે કાબોવકા અણુ વિજ સાથે જોડાયેલ આ બંધનો નાશ એ પુરી દુનિયા માટે ખતરાની ઘંટી છે.

આ બંધ તુટી પડવાથી હજારો નાગરિકોના જીવન પર જોખમ છે.તેઓને સલામત સ્થળે ખસેડવાની આવશ્યકતા છે. નાટોના વડાએ પણ ટવીટ કરી આ ડેમ તોડી પાડવા બદલ રશિયાની આકરી ટી .કા કરી હતી. જો કે રશિયાએ કોઈ મોટાપાયે જાનહાનીની શકયતા નકારી છે. જયારે અહીના અણુ પાવર પ્લાંટ પર હાલ કોઈ જોખમ નહી હોવાનું જણાવ્યું હતું. જો કે યુક્રેને જાહેર કર્યુ કે 16000 લોકો આ બંધ તોડી પાડવાથી ફસાયા છે.

રશિયાની સીમા પાસે પહોચતી યુક્રેન સેના
કિવ: રશિયા પરના આક્રમણ સામે હવે યુક્રેને જબરો મોટો હુમલો કર્યો છે અને પશ્ર્ચીમી દેશોના નવા હથિયારો તથા દારુગોળો મળતા જ યુક્રેનના દળો હવે રશિયાની સરહદ નજીક પહોંચી ગયા છે. પશ્ર્ચિમ રશિયાએ નોકાયા સહિતના ક્ષેત્રમાં રશિયન દળોની સામે જ યુક્રેનના દળો પહોચતા પુટીનની ચિંતા વધી ગઈ છે.