રિપોર્ટ@દેશ: સમ્રાટ ચૌધરી બિહારના 24માં મુખ્યમંત્રી બન્યા, ગૃહ સહિત 29 વિભાગ સંભાળશે

બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સમ્રાટ ચૌધરી બિહારના 24માં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને લોકભવનમાં સવારે 11 વાગ્યે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી.

સમ્રાટ ચૌધરી પાસે ગૃહ સહિત 29 વિભાગ રહેશે. વિજય ચૌધરીને 10 અને બિજેન્દ્ર યાદવને 8 વિભાગ મળ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણ પછી આ જ વિભાગો બાકીના મંત્રીઓમાં વહેંચાશે. ત્યાં સુધી ત્રણેય મંત્રીઓ જ તેમની જવાબદારી સંભાળશે.

મુખ્યમંત્રીના પિતા શકુની ચૌધરીએ કહ્યું, 'ક્યારેક ક્યારેક ઈશ્વરની કૃપા હોય છે. અમે ઘણી પાર્ટીઓ માટે પૂરી લડાઈ લડી, પરંતુ સફળતા ન મળી. આજે અમિત શાહ, નરેન્દ્ર મોદી અને નીતિશની કૃપાથી સમ્રાટ આગળ વધ્યા. મહેનત રંગ લાવે છે જે મહેનત કરશે તે જ આગળ વધશે.'