રિપોર્ટ@દેશ: બરફનો પહાડ તૂટી પડતાં જવાનોના જીવ તાળવે ચોંટ્યા, જાણો વધુ વિગતે
ITBP કેમ્પથી 200 ફૂટ દૂર એવલાન્ચ અટકી ગયું.
Mar 3, 2025, 14:14 IST

અટલ સમાચાર ફોટ કોમ, ડેસ્ક
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં બરફના તોફાનમાંથી ITBP જવાનો માંડ માંડ બચી ગયા. ITBP કેમ્પથી 200 ફૂટ દૂર એવલાન્ચ અટકી ગયું. આના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ ડીસી રાહુલ કુમારે જણાવ્યું હતું કે સૈનિકો કાઝા મંડલના ગ્યુ ખાતે સ્થિત આઇટીબીપી કેમ્પમાં રસ્તા પરથી બરફ દૂર કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પર્વતો પરથી બરફ પડવા લાગ્યો.
એવલાન્ચ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું હતું, પરંતુ તે કેમ્પથી માત્ર 200 ફૂટ દૂર તે અટકી ગયું. હવામાન પણ સાફ થઈ ગયું છે, પરંતુ તેમ છતાં એવલાન્ચનો ભય હજુ પણ યથાવત્ છે. તેમણે જિલ્લાના લોકોને ખતરનાક વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરી છે.