રીપોર્ટ@દેશ: આ ખેડૂતે આખરે કલેક્ટર સામે હાઇકોર્ટમાં કરી કન્ટેમ્પટની અરજી, જાણો સમગ્ર મામલો

  • હરણીની જમીન NAની 4 અરજીઓ કલેક્ટરે રદ કરી હતી
 
High Court

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • હાઇકોર્ટે કલેક્ટરના ચાર હુકમ રદ કર્યા
  • કલેક્ટર કચેરી દ્વારા બિનખેતીની અરજી સંદર્ભે કરાયેલા ચારેય હુકમોને રદ કર્યા

હરણી વિસ્તારની એક લાખ ફૂટ જમીનની બિનખેતીની પરવાનગી માટે 77 વર્ષના ખેડૂતે 11 મહિનામાં કલેક્ટર કચેરીમાં ચાર અરજી કરી હતી.

ચારેય અરજી વિવિધ કારણોસર દફતરે કરાતા વૃદ્ધ ખેડૂતે હાઇકોર્ટ પાસે દાદ માંગી હતી. હાઇકોર્ટે કલેક્ટરના ચારેય હુકમને રદ કર્યા હતાં. આ પ્રકરણમાં વૃદ્ધ ખેડૂતે હાઇકોર્ટના આદેશનું પાલન કરાયું ન હોવાના આક્ષેપ સાથે કલેક્ટર અને ડે. કલેક્ટર સામે કન્ટેમ્પટની અરજી કરી છે.

હરણીમાં રહેતા ખેડૂત વિનુભાઇ પટેલે (ઉં.77) એક લાખ ફૂટ જમીનની NAની પરવાનગી ચાર અરજી કલેક્ટર કચેરી દ્વારા દફતરે કરી હતી. અંસતુષ્ટ ખેડૂત વિનુભાઇ પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે ગત જાન્યુઆરીમાં કલેક્ટર કચેરી દ્વારા બિનખેતીની અરજી સંદર્ભે કરાયેલા ચારેય હુકમોને રદ કર્યા હતાં. આ ઉપરાંત ખેડૂતને નવેસરથી અરજી કરવાની તક આપી હતી. નવી અરજીની તારીખના બે મહિનામાં કલેક્ટરને નિર્ણય લેવા આદેશ આપવામાં આવ્યો હતો. ચુકાદા બાદ પણ ખેડૂત દ્વારા કરાયેલી અરજી પણ દફતરે કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશનું પાલન કરાયું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતતે કલેક્ટર અને જમીન સુધારણાના ડે. કલેક્ટર વિરૂદ્ધ હાઇકોર્ટમાં કન્ટેમ્પટની અરજી કરી છે.