રિપોર્ટ@દેશ: આ તારીખ સુધી કોઈ 2000ની નોટ લેવાની ના પાડી શકશે નહીં, જાણો વધુ

આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે

 
બનાવ@અમદાવાદઃ યુવકે લગનની લાલચ આપી યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

2000 રૂપિયાની નોટ હવે નહીં ચાલે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક સર્કુલર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, તે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે. પણ આરબીઆઈ તરફથી એવું કહેવાયું છે કે, તેમાં સામાન્ય લોકોને ગભરાવાની જરુર નથી. આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર સુધી આ નોટને બેન્કમાં જમા કરાવી શકશો. જો આપની પાસ 2000ની નોટ છે, તો ગભરાશો નહીં, જાણો હવે તમારે શું કરવાનું રહેશે?

1 ગભરાશો નહીં, કોઈ સમસ્યા આવશે નહીં

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક ટાઈમ ફ્રેમ સેટ કરી દીધો છે કે, આપ આપની નોટને 30 સપ્ટેમ્બર સુધી જમા કરાવી શકશો. તેનાથી આપના રૂપિયાની વેલ્યૂ ખતમ નહીં થાય અને આપને કોઈ નુકસાન નહીં થાય. એટલા માટે આ સર્કુલર સામે આવ્યા બાદ કોઈ પણ રીતે પરેશાન થવાની જરુર નથી.

2. નોટબંધી નથી, આ નોટ હાલમાં ચલણમાં છે

બીજી સૌથી મોટી વાત એ છે કે, આ વખતે રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું છે કે, આપ હાલમાં પણ 2000 રૂપિયાની નોટને લઈને નોટબંધી ન સમજો સ્પષ્ટ શબ્દોમાં એવી રીતે સમજો કે, આપ હજુ પણ 2000 રૂપિયાની નોટને બજારમાં ચલાવી શકશો. તેનાથી સામાન ખરીદી શકશો. કોઈની સાથે 2000 રૂપિયાની લેવડદેવડ કરી શકશો. તે એકદમ માન્ય છે અને તેને લેવાની કોઈ ના પાડી શકે નહીં. પણ ફક્ત 30 સપ્ટેમ્બર 2023 સુધી. એટલે કે, આ તારીખ પહેલા આપે આ નોટને બેન્કમાં જમા કરાવવાની રહેશે.

3. અફવાથી દૂર રહો, 30 સપ્ટેમ્બર સુધી જમા કરાવો

સૌથી મોટી વાત, આપ અત્યારથી જ બેન્કમાં પહોંચી ન જતાં. ત્યાં લાઈનો લગાવશો નહીં, કોઈ પણ પ્રકારની અફવામાં આવતા નહીં. અફરાતફરી મચાવતા નહીં. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, રૂપિયાની વેલ્યૂ ખતમ નહીં થાય. આપના ખિસ્સામાં 2000 રૂપિયાની નોટની કિંમત 2000 રૂપિયા જ છે.

4. એક વખતમાં જના કરી શકશે વીસ હજાર રૂપિયા

જો તમારે પણ આ 2000 રૂપિયાની નોટ જમા કરાવાની છે, તો આરબીઆઈએ તેના માટે પ્લાન બનાવ્યો છે. આપ વીસ હજાર રૂપિયા સુધીની 2000 ની નોટ એક વખતમાં બેન્કમાં બદલાવી શકશો અને સુવિધા અનુસાર, તેટલી જ રકમની અન્ય નોટ લઈ શકશો.

5. 23 મેથી જમા થશે નોટ

રિઝર્વ બેન્ક અનુસાર, 23 મે 2023થી કોઈ પણ બેન્કમાં એક સમયમાં 2000 રૂપિયાની નોટને અન્ય કિંમતની નોટમાં બદલી શકાશે. નોટ બદલવાની મર્યાદા 20,000 રૂપિયા છે. રિઝર્વ બેન્કે 2016માં થયેલી નોટબંધી બાદ રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ જાહેર કરી હતી. છેલ્લા કેટલાક મહિનાથી 2000 રૂપિયાની નોટ ઓછી દેખાતી હતી. લોકોનું કહેવું હતું કે, એટીએમમાંથી 2000ની નોટ નથી નીકળતી. આ બાબતને લઈને સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી.