રિપોર્ટ@દેશ: આજે એક એવી વસ્તુ જણાવી રહ્યા છીએ જેમાં ફક્ત 10 રુપિયાથી પણ સોનું ખરીદી શકો છો

ઓછા બજેટમાં સોનું ખરીદવાની રીત
 
રિપોર્ટ@દેશ: આજે એક એવી વસ્તુ જણાવી રહ્યા છીએ જેમાં ફક્ત 10 રુપિયાથી પણ સોનું ખરીદી શકો છો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતમાં ધનતેરસના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે પણ આ ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું વિચાર રહ્યા છો પરંતુ સાથે સાથે બજેટને લઈને ચિંતા છે કે શું ખરીદવું? કેટલું ખરીદવું? કઈ રીતે મેનેજ થશે? તો આ બધી ચિંતા મૂકી દો. કારણ કે આજે એક એવી વસ્તુ જણાવી રહ્યા છીએ જેમાં ફક્ત 10 રુપિયાથી પણ સોનું ખરીદી શકો છો. આ વસ્તુ એટલે ડિજિટલ ગોલ્ડની ખરીદી.

તમે Paytm અને ગૂગલ પે જેવી એપ દ્વારા ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. આવો જાણીએ આ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ.

Paytm App ના હોમપેજ પર સર્ચ બારમાં Gold સર્ચ કરો. જ્યારે તમે સર્ચ કરશો તો Gold જોવા મળશે. આ આઈકોન પર ક્લિક કરો. જેથી તમે Paytm Gold પેજ પર પહોંચી જશો. આ પેજ પર ગોલ્ડ ખરીદવાની કિંમત આવતી હશે. અહીં તમે ઓછામાં ઓછું 1.04 રુપિયામાં સોનું ખરીદી શકો છો. અહીં તમે એમાઉન્ટ અને વજન બંને રીતે સોનું ખરીદી શકો છો. જો તમે એમાઉન્ટ નાખશો તો સામે ગોલ્ડનું વજન આવી જશે અને જો વજન નાખશો તો સામે ગોલ્ડની કિંમત આવી જશે. આ જ રીતે તમે અન્ય એપ્સ દ્વારા પણ સોનું ખરીદી શકો છો.

જો તમે Paytm પર 10 રુપિયાનું સોનું ખરીદી છો તો તમને 0.0003 ગ્રામ સોનું મળશે. જેના પર તમને 3 ટકા GST જોડીને રુપિયા ચૂકવવા પડશે. પેટીએમ દ્વારા 10001 રુપિયાનું સોનું ખરીદો છો તો તમને 0.1930 ગ્રામ સોનું મળશે. જેના પર 3 ટકા જીએસટી સાથે 1031 રુપિયા આપવા પડશે.

આજનો સોનાનો ભાવ

ધનતેરસ-દીવાળીના પહેલા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. આ બીજુ સપ્તાહ છે જ્યારે સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં 100 અને 150 રુપિયાનો ઘટાડો આવ્યો છે.