રિપોર્ટ@દેશ: ટ્રેઇની IAS ઓફિસરની ટ્રેનિંગ રોકવામાં આવી, જાણો વધુ વિગતે
ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે
Jul 16, 2024, 17:54 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. આ વાર ઓફિસરે દિવ્યાંગ સર્ટીફીકેટનો ઉપયોગ કર્યો છે. જેના કારણે તેની ટ્રેનિંગ રોકી દેવામાં આવી છે. ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની ટ્રેનિંગ એક અઠવાડિયા માટે રોકી દેવામાં આવી છે. પૂજાને 15થી 19 જુલાઈ સુધી અકોલામાં આદિવાસી વિકાસ પરિયોજનામાં ઇન્ટર્ન તરીકે જોડાવાની હતી, પરંતુ વાશીમ જિલ્લા અધિકારીએ તેના પર રોક લગાવી દીધી છે.
પૂજા પર દિવ્યાંગતા અને OBC આરક્ષણ ક્વોટાનો દુરુપયોગ કરીને ભારતીય પ્રશાસનિક સેવા(UPSC)માં સિલેક્શન મેળવવાનો આરોપ છે.
પૂજાના દિવ્યાંગ અને OBC સર્ટિફિકેટની પોલીસ તપાસ થશે. સર્ટિફિકેટ આપનાર ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે.