રિપોર્ટ@દેશ: UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR નોંધાવી, OBC અને ડિસેબિલિટી ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ
UPSCએ પૂજા વિરુદ્ધ FIR પણ નોંધાવી છે
Updated: Jul 19, 2024, 17:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પૂજા ખેડકર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. તેના પર OBC અને ડિસેબિલિટી ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનું IAS સિલેક્શન રદ કરવાની નોટિસ UPSCએ શુક્રવારે જારી કરી હતી. UPSCએ પૂજા વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. પૂજા ખેડકર પર OBC અને ડિસેબિલિટી ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
બીજી તરફ પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે પુણેની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જમીન વિવાદમાં ખેડૂતોને ધમકી આપવા બદલ પોલીસ તેમની શોધ કરી રહી છે. દિલીપ હાલ ફરાર છે.
આ કેસમાં દિલીપ ખેડકરની પત્ની મનોરમાની 18 જુલાઈ ધરપકડ કરવામાં આવી હતી. મનોરમા રાયગઢ જિલ્લાના એક લોજમાં છુપાયેલી હતી. તેની સાથે એક છોકરો પણ હતો, જેને તેને પોતાનો દીકરો કહ્યો હતો. પુણેની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનોરમાને 20 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે.