રીપોર્ટ@દેશ: ઇજિપ્તની સરહદે ગોળીબારમાં ઇઝરાયલી ત્રણ સૈનિકો સહીત એક મહિલાનું મોત,જાણો શું છે કારણ આ ઘટના પાછળ

  • નશીલી દવાઓની દાણચોરી અટકાવવાના પ્રયાસ માટે ગોળીબાર થયા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • બંને દેશના સુરક્ષામંત્રીએ સમન્વય માટે ચર્ચા કરી
  • સુરક્ષાદળના એક સભ્યએ ડ્રગ દાણચોરોનો પીછો કર્યો હતો

ઇજિપ્તના પોલીસ અધિકારીની વર્દી પહેરેલા એક બંદૂકધારી દ્વારા સરહદ નજીક કરાયેલા ગોળીબારમાં ત્રણ ઇઝરાયલી સૈનિકોનાં મૃત્યુ થયાં છે, જેમાં એક મહિલા પણ સામેલ હતી.

ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ આ ઘટનાને પુષ્ટિ આપી છે.

ઇઝરાયલી સેના અનુસાર, ઇજિપ્તની સરહદે એક સૈન્ય ચોકીની દેખરેખ રાખતા એક પોલીસકર્મીએ શનિવારે સવારે ગોળીબાર કર્યા હતા. જેમાં બે સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ ફરી ગોળીબાર થયા હતા, જેમાં ઇજિપ્તના પોલીસ અધિકારી અને ત્રીજા ઇઝરાયલી સૈનિકનું મૃત્યુ થયું હતું. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જ્યારે સૈનિકોએ સીમા પરથી નશીલી દવાઓની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ કર્યો ત્યારે આ લડાઈ શરૂ થઈ હતી.

એક બયાનમાં કહેવામાં આવ્યું કે, સુરક્ષાદળના એક સભ્યએ ડ્રગ દાણચોરોનો પીછો કર્યો હતો. પીછો કરવા દરમિયાન સુરક્ષા એજન્ટ સરહદ ઓળંગી ગયા હતા. ત્યાર બાદ ગોળીબાર થયા હતા. આ ઘટના

ઇજિપ્ત અને ગાઝાપટ્ટી સરહદ પાસે બની હતી, જે ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે નિત્ઝાના અને અલ-અવઝા સરહદની નજીક છે. એનો ઉપયોગ ઇજિપ્તમાંથી ઇઝરાયલ કે ગાઝાપટ્ટીમાં માલની અવરજવર માટે કરવામાં આવે છે. સેના દ્વારા પ્રસિદ્ધ કરાયેલા બયાન અનુસાર, ઇજિપ્તના સુરક્ષામંત્રી મોહમ્મદ ઝકીએ સરહદે થયેલી ગોળીબારની ઘટના વિશે ઇઝરાયલના પોતાના સમકક્ષ સાથે વાત કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના બનતી રોકવા માટે પરસ્પર સમન્વય અંગે ચર્ચા કરી હતી. ઇઝરાયલના સુરક્ષામંત્રી યોવ ગેલેન્ટે દાવો કર્યો કે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવશે કે હત્યા દાણચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી.