રિપોર્ટ@દેશ: યુવકની બિહારના નવા CMને મારવાની ધમકી, સમ્રાટ ચૌધરીએ ફરિયાદ નોંધાવી, જાણો સમગ્ર મામલો
જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
Apr 17, 2026, 13:22 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે.32 વર્ષીય શેખર ક્રિષ્ના યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હતો.
આ મામલે સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીને અરેસ્ટ કર્યો છે.

