રિપોર્ટ@દેશ: સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી, જાણો વધુ વિગતે

ફોન કરનારે પોતાને લોરેન્સ વિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના પણ આપી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અધિકારોને અવાર-નવાર ધમકી ભરેલા ફોન આવતા હોય છે. બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોતાને લોરેન્સ વિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના પણ આપી છે. તેણે કોલ પર કહ્યું, 'સલમાનના કેસથી દૂર રહો, અમે કર્મ અને કાંડ બંને કરીએ છીએ.'

ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે 'લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જૅમર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.'

હકીકતમાં, 12 ઓક્ટોબરના રોજ મુંબઈમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ પછી પૂર્ણિયાના સાંસદે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે લોરેન્સ ગેંગને 24 કલાકમાં ખતમ કરી દેવામાં આવશે. ગયા ગુરુવારે પપ્પુ યાદવ મુંબઈમાં બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને મળ્યો હતો. વ્યસ્તતાના કારણે તે અભિનેતા સલમાન ખાનને મળી શક્યો નહોતો, પરંતુ સાંસદે પોતાની પોસ્ટ દ્વારા કહ્યું હતું કે તે દરેક પરિસ્થિતિમાં સલમાન ખાનની સાથે છે.