રિપોર્ટ@દેશ: કેન્દ્ર સરકારે 6 લાખ મોબાઇલ ફોન બંધ કરીને સાઇબર ફ્રોડ સામે વિરાટ પગલું ભર્યું

કેન્દ્રના ગૃહમંત્રાલયે સાઇબર ફ્રોડ કરનારા 65 હજાર યુનિફોર્મ રિસોર્સ લોકેટર પણ બ્લૉક કરી દીધાં છે અને સાઇબર છેતરપિંડી આચરતી 800 જેટલી એપ્લિકેશન પણ બ્લૉક કરી દીધી છે.
 
છેતરપિંડી@અમદાવાદ: વૃદ્ધે યુ ટ્યુબના ટાસ્ક પૂરા કરવાની લ્હાયમાં ખોયા રૂપિયા 83.24 લાખ, મચી ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. જેના કારણે સરકારે મહત્વના પગલા લીધા છે.  સાઇબર ક્રાઇમ વૈશ્વિક ચિંતાનો વિષય છે એવું સોમવારે જ અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. ગઈકાલે મંગળવારે કેન્દ્ર સરકારે 6 લાખ મોબાઇલ ફોન બંધ કરીને સાઇબર ફ્રોડ સામે વિરાટ પગલું ભર્યું છે. કેન્દ્રના ગૃહમંત્રાલયે સાઇબર ફ્રોડ કરનારા 65 હજાર યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) પણ બ્લૉક કરી દીધાં છે અને સાઇબર છેતરપિંડી આચરતી 800 જેટલી એપ્લિકેશન પણ બ્લૉક કરી દીધી છે.

નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટને 2023માં 1 લાખથી વધુ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની ફરિયાદો મળી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારની છેતરપિંડીની 17 હજાર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જાન્યુઆરી 24થી સપ્ટેમ્બર 24 સુધીમાં ડિજિટલ એરેસ્ટની 6000, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદ મળી હતી.

સાઇબર ફ્રોડના વધી રહેલા કિસ્સા અટકાવવા માટે સાઇબર વિંગે છેલ્લા 4 મહિનામાં ફ્રોડ કરનારાં 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. એ જ રીતે સાઇબર ગુનાખોરી આચરવામાં ઉપયોગ કરાયેલા 3401 સોશિયલ મીડિયા, વેબસાઇટ, વોટ્સ અપ ગ્રૂપ પણ બંધ કરી દીધાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઇબર ફ્રોડમાં ફસાતા 2800 કરોડ રૂપિયા બચાવવા સાથે 8.50 લાખ સાઇબર વિક્ટિમને છેતરાતાં બચાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઇબર અપરાધો સામે નાગરિકો નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ કરી શકે છે.

કેન્દ્ર સરકારે લીધેલાં પગલાં

સમગ્ર દેશમાં સાઇબર ગુના સંબંધિત કેસોની તપાસ માટે રાષ્ટ્રીય સ્તરનું કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવાયું છે. ફરિયાદો સરળતાથી નોંધવામાં મદદ કરવી. સાઇબર ગુના અટકાવવા માટે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદ કરવી.  સાઇબર ગુનાની પ્રવૃત્તિઓ અને પેટર્ન ઓળખવી. લોકોમાં સાઇબર ગુના અંગે જાગૃતિ લાવવા દિશાનિર્દેશ જાહેર કરવા. નાવટી ડિજિટલ પ્લેટફોર્મ ઓળખી કાર્યવાહી ડિજિટલ એરેસ્ટ અંગે એલર્ટ મોકલવું. સાઇબર કમાન્ડો ટ્રેનિંગ. આગામી 5 વર્ષમાં 5000 સાઇબર કમાન્ડોને તાલીમ આપવામાં આવશે. જે લોકોને ફ્રોડથી બચાવવા માટે કાર્યરત રહેશે.

ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે કહ્યું છે કે શંકાસ્પદ યુઝર્સના ફોન નંબર અને આઇપી એડ્રેસ સરકારને આપશે. ફ્રાન્સમાં ડુરોવની ધરપકડના બે અઠવાડિયા પછી આ જાહેરાત કરાઈ છે. ટેલિગ્રામે સર્ચ રીઝલ્ટથી ઘાટત કન્ટેન્ટ દૂર કરવા માટે એઆઇ અને મોડરેટરની ટીમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ જરૂર પડ્યે યુઝરના ડેટા શેર કરશે.