રિપોર્ટ@દેશ: મણિપુર અને આસામમાં પૂર આવ્યું, 3ના મોત, સ્કૂલ-સરકારી ઓફિસો બંધ

સ્કૂલ-સરકારી ઓફિસો બંધ
 
રિપોર્ટ@દેશ: મણિપુર અને આસામમાં પૂર આવ્યું, 3ના મોત, સ્કૂલ-સરકારી ઓફિસો બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાએ નિર્ધારિત સમય કરતાં 6 દિવસ પહેલા (2 જુલાઈ) સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ તમામ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પૂર્વમાં સ્થિતિ સૌથી ખરાબ છે. મણિપુર અને આસામમાં પૂર આવ્યું છે.

મણિપુર સરકારે બુધવારે (3 જુલાઈ) રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં રજા જાહેર કરી છે, જ્યારે સ્કૂલો આજે અને આવતીકાલે એટલે કે 4 જુલાઈ સુધી બંધ રહેશે. મંગળવારે (2 જુલાઇ) સેનાપતિ નદીમાં પડેલા 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારત-મ્યાનમારનો 3 કિમીથી વધુ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 1000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

આસામમાં પણ પૂરના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે આ વર્ષે રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને 48 થઈ ગયો છે. રાજ્યના 23 જિલ્લામાં પૂરથી 11.3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. સોમવાર સુધીમાં, 19 જિલ્લાઓમાં 6.44 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.