રિપોર્ટ@દેશ: રાહુલ ગાંધી શાકભાજીની કિંમત જાણવા માટે શાકમાર્કેટ પહોંચ્યા
રાહુલ ગાંધી શાકભાજીની કિંમત જાણવા માટે શાકમાર્કેટ પહોંચ્યા. અહીં તેમણે દુકાનદારો પાસેથી લસણ, ટમેટા અને સલગમ સહિત અનેક શાકભાજીની કિંમત જાણી. દુકાનદારોએ તેમને જણાવ્યું કે લસણ 400 રૂપિયા કિલો છે. પોતાના શાકમાર્કેટની વિઝિટનો વીડિયો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું કે, એક સમયે લસણ 40 રૂપિયાનું હતું અને હવે 400 રૂપિયાનું થઈ ગયું છે. વધતી મોંઘવારીએ મીડલ ક્લાસ વ્યક્તિની રસોઈનું બજેટ હલાવી દીધું છે અને સરકાર કુંભકર્ણની જેમ ઊંઘી રહી છે.
રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે આ દિલ્હીના ગિરી નગરની સામે હનુમાન મંદિરના શાકમાર્કેટનો વીડિયો છે. વીડિયોમાં મહિલાઓ કહે છે કે, તેમણે રાહુલ ગાંધીને ચા માટે ઘરે આમંત્રણ આપ્યું. તેઓ રાહુલ ગાંધીને ઘરે બોલાવીને જણાવવા ઇચ્છતા હતા કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે ઘરનું બજેટ હલાવી દીધું છે. રાહુલ ગાંધીને મળીને મહિલાઓ કહી રહી છે કે પગાર તો કોઈનો વધતો નથી, પરંતુ ભાવ વધી ગયો છે અને તે ઘટવાનું નામ લઈ રહ્યો નથી. તે હજું પણ વધતો જ રહેશે.