રીપોર્ટ@દેશ: રેલવે બોર્ડે ભારતીય રેલવેના અંદાજે 12 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો આપવાની જાહેરાત કરી

 માટે 15,000 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું
 
રીપોર્ટ@દેશ: રેલવે બોર્ડે ભારતીય રેલવેના અંદાજે 12 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો આપવાની જાહેરાત કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકારે રેલવે કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. દિવાળી પહેલા જ રેલવે બોર્ડે ભારતીય રેલવેના અંદાજે 12 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આપવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થાના વધારા બાદ રેલ કર્મચારીઓને તેની બેસિક સેલેરીના 42% ના બદલે 46% મોંઘવારી ભથ્થું મળશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ પડશે, તેથી કર્મચારીઓને તેમના માસિક પગારની સાથે એરિયરની રકમ પણ મળશે.

રેલવે બોર્ડ દ્વારા 23 ઓક્ટોબરના રોજ ‘ઓલ ઈન્ડિયા રેલવે એન્ડ પ્રોડક્શન યુનિટ્સ’ના જનરલ મેનેજર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સને પત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, મોંઘવારી ભથ્થામાં 4% નો વધારાનો નિર્ણય આવકાર્ય અને આનંદ આપનાર છે.

રેલવે બોર્ડે કર્મચારીઓના પગારમાં આ વધારાની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યાના 5 દિવસ પછી કરી છે. કેન્દ્ર સરકારના અંદાજે 48 લાખ કર્મચારી અને 67 લાખ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ગયા અઠવાડિયે કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે તેના માટે 15,000 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે, જેમાં દિવાળી બોનસની રકમ પણ સામેલ કરવામાં આવી છે.

રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી રેલવે કર્મચારીઓના પગારમાં 27,000 રૂપિયા સુધીનો વધારો થશે. જો તેની ગણતર કરવામાં આવે તો રેલવેમાં કર્મચારીઓનો મિનિમમ બેઝિક સેલેરી 18,000 રૂપિયા છે. તે મૂજબ 42 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થાની રકમ 7560 રૂપિયા થાય છે. હવે 46 ટકા મૂજબ આ રકમ 8280 રૂપિયા થશે. આમ દર મહિને પગારમાં 720 રૂપિયાનો વધારો થયો છે.

રેલવે કર્મચારીઓનો મહત્તમ બેઝિક સેલેરી 56,900 રૂપિયા સુધી છે. તે મૂજબ 42 ટકા પર DA 23,898 રૂપિયા થશે. DA હવે 46 ટકા મૂજબ ગણતરી કરીએ તો 26,174 રૂપિયા થાય. આમ જેમનો બેઝિક સેલેરી 56,900 રૂપિયા છે તેમના માસિક પગારમાં 2276 રૂપિયાનો વધારો થશે. જો આપણે તેને સમગ્ર વર્ષની સાથે ગણીએ તો 27,312 રૂપિયા થશે.