રિપોર્ટ@દેશ: સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશમાં પ્રથમ નંબરે, જાણો વધુ વિગતે

આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે.
 
રિપોર્ટ@દેશ: સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશમાં પ્રથમ નંબરે, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશમાં પ્રથમ નંબરે આવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી સુરત શહેરે રાજ્યનું ગૌરવ વધાર્યું. વર્ષ 2023–24માં PM10ના રજકણોમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સુરત સફળ રહ્યું છે.

2023માં યોજાયેલા 'સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ'માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતુ ત્યારે SMCએ આ વર્ષે ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેર સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. નેશનલ કલીન એક્શન પ્લાનમાં સુરત મહાનગરપાલિકાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની પ્રાથમિકતા અનુસાર કામ કર્યું છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ, રીન્યુબલ એનર્જી, ઈલેક્ટ્રીક મોબિલિટી, પ્લાન્ટેશન્સ, ક્લીન ફ્યુલ, ટ્રાફિક માટે ઈલેક્ટ્રીક મોબિલિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવ્યું છે.