રિપોર્ટ@દેશ: ઝારખંડના રાંચીમાં એક્સ્ટ્રીમ બારમાં ડીજે ઓપરેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી

સીસીટીવી ફૂટેજ પરથી ગુનેગારોની ઓળખ
 
રિપોર્ટ@દેશ: ઝારખંડના રાંચીમાં એક્સ્ટ્રીમ બારમાં ડીજે ઓપરેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરનો બનાવ સામે આવતો હોય છે.  ઝારખંડના રાંચીમાં એક્સ્ટ્રીમ બારમાં ડીજે ઓપરેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રવિવારે રાત્રે પાંચ યુવકો દારૂ પી રહ્યા હતા. આ દરમિયાન ડીજે સંદીપ ઉર્ફે સેન્ડી અને બારના અન્ય સ્ટાફ સાથે તેનો ઝઘડો થયો હતો. ત્યાં હાજર લોકોએ કોઈક રીતે મામલો શાંત પાડ્યો અને તમામ યુવકો ત્યાંથી ચાલ્યા ગયા.

થોડા સમય બાદ દારૂ પી રહેલા પાંચેય યુવકો ફરી બારમાં આવ્યા અને એક યુવકે ડીજે ઓપરેટર સંદીપની છાતીમાં અનેક ગોળીઓ મારી હતી. ઘટના બની ત્યારે બાર બંધ હતો અને ડીજે સંદીપ અને અન્ય કર્મચારીઓ બારમાંથી નીકળી રહ્યા હતા. આ પછી તેણે બારમાં ઘૂસીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો. મામલાની માહિતી મળતાં જ પોલીસ બાર પર પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. હાલ આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.


ગોળી સંદીપ પ્રામાણિક ઉર્ફે સેન્ડીની છાતીમાં વાગી હતી. ગોળી મારીને યુવક નાસી ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સંદીપને રિમ્સમાં લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.