રિપોર્ટ@દેશ: મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાણો વધુ વિગતે

બેંગકોકમાં 40થી વધુ લોકો ગાયબ, ઇમર્જન્સી લાગુ

 
રિપોર્ટ@દેશ: મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિઓસાયન્સીસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેનું કેન્દ્ર મંડલે શહેરની નજીક સ્થિત હતું.

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. બેંગકોકમાં ટાવર ધરાશાયી થઈ ગયો છે જ્યારે 40થી વધુ લોકો ત્યાં ગાયબ થયા હોવાના સમાચાર છે. ભૂકંપ બાદ થાઇલેન્ડના વડાપ્રધાને બેંગકોકમાં કટોકટી લાગુ કરી છે. USGSનાં જણાવ્યા પ્રમાણે હજારો લોકોના મોતની આશંકા છે. મ્યાનમારમાં આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છે. તેમણે બધાની સલામતી માટે પ્રાર્થના કરી છે. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. આ સાથે, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. બધા સુરક્ષિત રહે તેવી શુભેચ્છા.