રીપોર્ટ@દેશ: સીંગતેલની સાથે અન્ય ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે.,જાણો નવા ભાવ એકજ ક્લિકે

 સીંગતેલના ભાવમાં 1 દિવસમાં રુ. 60નો ઘટાડો નોંધાયો હતો
 
રીપોર્ટ@રાજકોટ: કપાસિયા તેલના નામે પામોલીન ધાબડીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સીંગતેલની સાથે અન્ય ખાદ્ય તેલોમાં પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે.

અગાઉ તેલના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો ત્યારે વધારા બાદ હવે ભાવોમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં 1 દિવસમાં રુ. 60નો ઘટાડો નોંધાયો હતો તેવી જ રીતે કપાસિયા તેલોમાં પણ ભાવો રુ. 30 સુધી ઘટ્યા છે. આ સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો હતો. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ પણ ઘટીને 1650 પર પહોંચ્યો છે.

આ કારણે ભાવોમાં થયો ઘટાડો

તેલના ભાવોમાં માગના અભાવે ખરીદી ઓછી થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. ખાદ્ય તેલમાં અગાઉ સીંગતેલના ડબ્બાના ભાવ રુ. 3000થી પણ વધુ થયા હતા ત્યારે તેની સરખામણીએ અગાઉના ઘટાડા બાદ ફરી ભાવોમાં માગની અભાવે ઘટાડો નોંધાયો છે.

અગાઉ ખોરવાયું હતું ગૃહીણીઓનું બજેટ

અગાઉ ખાદ્યા તેલોમાં માગને જોતા સતત વધારો જોવા મળ્યો હતો જેના કારણે ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું હતું પરંતુ અત્યારની સ્થિતિએ ફરી એકવાર સીંગતેલના ડબ્બાના ભાવ 3000ની અંદર પહોંચ્યા છે. આગામી સમયમાં હજૂ સામાન્ય ઘટાડો નોંધાય તો નવાઈ નહીં.