રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસના 700 જિલ્લા અધ્યક્ષોને તેડું આવ્યું, જાણો વધુ વિગતે

આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠન મુજબૂત કરવાની તૈયારીમાં લાગી ગઈ છે.
 
રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસના 700 જિલ્લા અધ્યક્ષોને તેડું આવ્યું, જાણો વધુ વિગે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસના દેશભરનાં 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હીનું તેડું આવ્યું છે. કોંગ્રેસ એકશનમાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠન મુજબૂત કરવાની તૈયારીમાં લાગી ગઈ છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યું છે. 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દેશભરના જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. આ 700 જિલ્લા પ્રમુખો કોગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ AICCના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ સાથે બેઠક કરશે.

આ બેઠક નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે, જે પાયાના સ્તરે પાર્ટીને મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, 7 અને 8 માર્ચ, 2025ના રોજ અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે. તેઓને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત આપણા પર ભરોસો નહીં કરે. આ મિટિંગ બાદ કોંગ્રેસમાં નવા જૂની થઈ શકે છે. આમ અધિવેશન પહેલા કોંગ્રેસ ભાજપમાં ભળેલાનું ડિમોલિશન કરે તો નવાઈ નહીં.