રિપોર્ટ@ગુજરાત: નાણામંત્રી નિર્મલા સીતારમણ ઈકોનોમિક સર્વે રજૂ કરશે, જાણો વધુ વિગતે

આમાં દેશના GDPનો અંદાજ અને મોંઘવારી સહિત અનેક જાણકારીઓ હોય છે. 
 
રિપોર્ટ@ગુજરાત: નાણામંત્રી નિર્મલા સીતારમણ ઈકોનોમિક સર્વે રજૂ કરશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈકોનોમિક સર્વે રજૂ કરશે. ઈકોનોમિક સર્વે બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે. આમાં દેશના GDPનો અંદાજ અને મોંઘવારી સહિત અનેક જાણકારીઓ હોય છે. આ દેશની આર્થિક સ્થિતિની વિગતવાર માહિતી હોય છે.

આ અગાઉ છેલ્લા ઈકોનોમિક સર્વેમાં ઈકોનોમી 6.3%થી 6.8%ની ઝડપે વધવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટે આગામી એકથી બે દાયકા સુધી 8%ના દરે આર્થિક વિકાસ કરવો પડશે.